વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના મુદ્દાને કારણે ભારત સરકારે કડક વલણ અપનાવીને માલદિવ્સના હાઈકમિશનરને સસ્પેન્ડ કરી દીધા છે.
માલદિવ્સ સરકારે તેના ત્રણ મંત્રી માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે જ પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત ભારતના પ્રવાસન ક્ષેત્રની સુવિધાઓ અંગે પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.