કડકડતી ઠંડીમાં લોકો મિઠી નીંદર માણી રહ્યા હોય ત્યારે તસ્કરોને રેઢુપડ મેદાન મળી રહ્યું છે. શહેરના એરપોર્ટ રોડ પર જગન્નાથ પાર્કમાં શનિવારની રાત્રીથી રવિવાર વહેલી સવારમાં આરટીઓ કર્મચારીના ઘરનું તાળુ તોડી રૂપિયા ૧૫ હજારની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
જગન્નાથ પાર્ક-૧માં મકાન નં.૧૫માં રહેઠાણ ધરાવતા શૈલેષભાઈ અંધારિયા અને તેનો પરિવાર ઉપરના બીજા માળે સુતો હતો ત્યારે રાત્રી ૧થી સવારના ૫ સુધીના ગાળામાં ઘરમાં પ્રવેશી અજાણ્યા શખ્સો કબાટમાં રાખેલ પાકીટમાંથી રૂ. ૧૦ થી ૧૫ હજારની રોકડ ઉઠાવી ગયા હતા. રાત્રી ૧ વાગ્યા સુધી પરિવારના સભ્યો જાગતા હતા અને સવારે પ વાગે જાગીને નિચે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી.