આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભૂપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બાય કાર ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ-હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.