સરકારે હવે ફાસ્ટટેગમાં પણ કેવાયસી સીસ્ટમ અમલમાં લાવવા નિર્ણય લીધા છે. જો તમો એક જ કાર માટે એકથી વધુ ફાસ્ટટેગ કરાવ્યા હોય તો સંભવ છે કે તમો બ્લેકલીસ્ટ થયા. હવે ફાસ્ટટેગમાં રીચાર્જ કરવા કે નવા ફાસ્ટટેગ મેળવવામાં કેવાયસી સીસ્ટમ ફરજીયાત બની છે.
ઉપરાંત હાલ જે ફાસ્ટટેગ ઉપયોગમાં છે. તેઓએ તા.31 જાન્યુ. પુર્વે તેના ફાસ્ટટેગમાં કેવાયસી પ્રક્રિયા પુરી કરવાની રહેશે. એક કાર માટે એક જ ફાસ્ટટેગનો નિયમ છે જે હવે ફરજીયાત અમલ થશે. ઉપરાંત ફાસ્ટટેગને તેની કારના વિન્ડસ્ક્રીન પર નિશ્ચિત સ્થળ પર જ ચીપકાવવાનું રહે છે. જેના કારણે ટોલબુથ પર તે ફાસ્ટ ટેગ વાંચવામાં સીસ્ટમને સમય લાગે છે જેનાથી ઝડપથી ટોલ નાકા પરથી પસાર થવામાં પણ વિરોધ સર્જાયો છે. ઉપરાંત ફાસ્ટટેગને કેવાયસી તમો જે બેન્કમાંથી ખરીદ્યુ કે રીચાર્જ કરાયુ હોય તે બેન્કની હેલ્પલાઈન નંબર પરથી પણ કેવાયસી પ્રક્રિયા જાણી શકશે.