ભાવનગરના ઘોઘારોડ, ગૌશાળા નજીક આવેલ કૃષ્ણપરામાં રહેતા શખ્સના મકાનમાં દરોડો પાડી એલ.સી.બી.એ ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૧૬ બોટલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગરના ઘોઘારોડ, ગૌશાળા પાસે આવેલ કૃષ્ણપરા, શેરી નં.૦૨ માં રહેતા વિક્રમ ઉર્ફે કસાભાઈ રાણાભાઇ સોલંકીના મકાનમાં દરોડો પાડી વિમલના થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૨૧૬ નંગ બોટલ, કિં. રૂ. ૪૫,૬૦૦ મળી આવતા પોલીસે ઇંગ્લીશ શ દારૂનો જથ્થો તેમજ વિમલના થેલા મળી કુલ રૂ. ૪૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે વિક્રમ ઉર્ફે કસાભાઈ રાણાભાઇ સોલંકીની ધરપકડ કરી હતી.
આ દારૂના જથ્થા અંગે પૂછતા શખ્સે જણાયું હતું કે, તેના કાકાનો દીકરો ભાવેશ ઉર્ફે ભાવો વલ્લભભાઈ સોલંકી ( રહે. શેરી નં.૦૩, કૃષ્ણપરા,ઘોઘારોડ વાળો થોડીવાર સાચવવા માટે મૂકી ગયો હોવાનું જણાવતા એલસીબી એ બંને શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.