ભાવનગરના સુભાષનગર, દેવીપુજકવાસવાળા ખાંચામાં આવેલ મકાનમાં એલસીબી એ દરોડો પાડી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગઈ કાલે રાત્રિના સુભાષનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુભાષનગર પુલ પાસે આવેલ દેવીપુજકવાસવાળા ખાંચામાં નાગર સોસાયટી સામે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે અર્જુન જોરુભાઈ સિસોદિયાના મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૦ બોટલ, કિં. રૂ.૫૬,૭૦૦ સાથે ધર્મેન્દ્ર ઉર્ફે અર્જુન ને ઝડપી લીધો હતો.
દારૂના જથ્થા અંગે પૂછતા પીરછલ્લા શેરીમાં રહેતો તેનો મિત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુ કચોરી બાબુભાઈ પરમાર સાચવવા માટે આપી ગયો હોવાનું જણાવતા એલ.સી.બી.એ બંને વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.