તળાજા પોલીસ મથકના હથિયાર રાખવાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર તળાજા તાલુકાના પાવઠી ગામના બે શખ્સને એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધા હતા.
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં નોંધાયેલ ગેરકાયદેસર હથિયારો રાખવાના ગુનામાં ફરાર થઈ ગયેલા વલી આલમભાઈ જુણેજા અને કાસમ આલમભાઈ જુણેજા ( રહે. બંને પાવઠી, તા. તળાજા ) ને એસ.ઓ.જી. પોલીસે ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી ઝડપી લઇને આગળની કાર્યવાહી માટે નીલમબાગ પોલીસને હવાલે કર્યા હતા.