રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને અયોધ્યા પુરી રીતે સજ્જ છે. સોમવાર સવારે 6 વાગ્યા પછી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. જે બાદ મંદિરની પૂજા કરવામાં આવી હતી. હવે આગળના અનુષ્ઠાનને પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રભુ રામલલા માટે ખાસ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનને 121 વૈદિક પૂજારીઓ દ્વારા સંપન્ન કરાવવામાં આવશે. આ ક્ષણના સાક્ષી બનવા માટે રામ મંદિરના પ્રાંગણમાં 10 હજાર લોકો હાજર રહેશે.પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન પૂર્ણ કર્યા પછી જ્યારે વડાપ્રધાન મંદિરમાંથી નીકળી જશે ત્યારે સામાન્ય લોકો માટે પણ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. સૌથી પહેલા પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવેલા VVIPs રામલલાના દર્શન કરવા જશે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે 7000 કરતા વધુ મહેમાન અયોધ્યા પહોંચી ચુક્યા છે. બીજી તરફ અયોધ્યામાં આખો માહોલ રામ મય બની ગયો છે. રામલલાના આવવાની ખુશીમાં લોકો નાચ-ગાન કરી રહ્યાં છે. આખી અયોધ્યા રામભક્તિમાં ડુબી છે. આવો જ માહોલ આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે.
23 જાન્યુઆરીથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિર દર્શન માટે ખોલવામાં આવશે પરંતુ આજે ભક્ત દર્શન નહીં કરી શકે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી આગામી દિવસે એટલે કે 23 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટ અનુસાર, 22 જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓના દર્શનની વ્યવસ્થા નથી. અયોધ્યામાં રામ મંદિર સવારે 7:00 વાગ્યાથી બપોરે 11:30 વાગ્યા સુધી અને તે બાદ 2:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લુ રહેશે. બપોરે અઢી કલાકના વિશ્રામ માટે મંદિર બંધ રહેશે.