અયોધ્યા આજે ભવ્ય છે, અલૌલિક છે અને રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન અને પૂજા થઈ રહી છે. પ્રાણપ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે. કુબેર ટીલા જઇને ભગવાન શિવનું પૂજન કરશે. સાંદે દીપ પ્રગટાવીને દેશભરમાં ફરી દીવાળી ઊજવવામાં આવશે.