મહેસાણાના ખેરાલુમાં શ્રી રામ નામની રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ યાત્રા બેલીમ વિસ્તાર થઈને સ્થાનિક મસ્જિદમાં પહોંચી હતી. આ પથ્થરમારો ત્યારે કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં અસામાજીક તત્વો દ્વારા જુદા-જુદા મકાનોની છત પર ચડીને પથ્થમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહ્યા પ્રમાણે યાત્રા અહીંથી નિકળશે, આ વાતની જાણ પહેલી સૌને હતી. તેથી આરોપીઓ દ્વારા પહેલાથી પથ્થરો ઘરમાં મૂકવામાં આવ્યા હતા.
જ્યારે આ ઘટના વિશે પોલીસને જાણ થઈ હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા 10 રાઉન્ડ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત સમગ્ર વિસ્તારની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે હાલમાં, પોલીસ દ્વારા સ્થાનિકોના બયાન આધારે તાપાસ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત અસામાજીક તત્વોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા