અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા ભાવુક થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોંચીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે વળગીને ભેટ્યા હતાં. આ દરમિયાન સાધ્વી ઋતંભરાની આંખોમાંથી અશ્રુ આવી ગયા હતા. તેમણે કહ્યું આજે મારી પાસે કોઈ શબ્દ નથી, માત્ર લાગણી જ બધુ કહી રહી છે.
રામ મંદિરના આંદોલનમાં ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો પણ મોખરે રહ્યા હતા. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને સાધ્વી ઋતુંભરાએ કહ્યું હતું કે આ પ્રાણપ્રતિષ્ઠા આનંદનો સમય છે, સંપૂર્ણ દેશના મંદિરો, શેરીઓ-રસ્તાઓ આજે સુશોભિત કરવામાં આવ્યા છે. કારસેવકોનું બલિદાન આજે સાર્થક થયું અને રામલલ્લા આવી ગયા.