ભગવાન રામના પાવન પ્રસંગે શાંતિ ડહોળવાની એક મોટી ઘટના સામે આવી છે. કર્ણાટકના ગડગના તાજુદ્દીન દાદેદાર નામના એક યુવાને નવા રામમંદિરનો ફોટો એડિટ કરીને તેની પર પાકિસ્તાનના 3 ઝંડા લગાવ્યાં હતા અને પછી ફેસબુક પર પોસ્ટ વાયરલ કરી હતી. યુવકની વાંધાજનક પોસ્ટ બાદ હિંદુ સંગઠનો ગુસ્સે ભરાયા હતા.
ફેસબુક પર આ વાયરલ પોસ્ટ અંગે લોકોએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, એક યુવકે રામ મંદિરનો ફોટો એડિટ કરીને તેના પર પાકિસ્તાનના ત્રણ ઝંડા લગાવી દીધા. એટલું જ નહીં બાબરી મસ્જિદ પણ તેના પર લખવામાં આવી હતી અને વાયરલ થઇ હતી.
કેસની ગંભીરતા જોતા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી પોસ્ટ ડિલિટ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગડગના એસપી બાબાસબ નેમાગૌદે જણાવ્યું કે આરોપી તાજુદ્દીન દાદેદાર ગડગ વિસ્તારનો રહેવાસી છે. અમે તેને કસ્ટડીમાં લીધો છે. આ અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.