ચીનમાં સોમવાર મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના ઝટકા દિલ્હી-NCRમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ પાસે ગણવામાં આવી રહ્યું છે. ભૂકંપના આ ઝટકા એટલા જોરદાર હતા કે કેટલાક વિસ્તારમાં લોકો ડરીને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું, “ચીનના દક્ષિણ ઝિંજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હતું. ભૂકંપની તીવ્રતા 7.2 રહી હતી. લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી.” ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે મંગળવાર સવારે ચીનના પશ્ચિમી શિનજિયાંગ વિસ્તારમાં એક અંતરિયાળ ભાગમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યા પછી અક્સૂ પ્રાન્તમાં વુશૂ કાઉન્ટીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ પછી કેટલીક વખત ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.