Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાણામંત્રી સીતારમણ લોકસભા ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 12:20:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભાનું છેલ્લું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીના રોજથી શરૂ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલાં એક વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમજ નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે નિર્મલા સીતારમણ જમ્મુ અને કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરશે.
પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થનાર આ 17મી લોકસભાના ટૂંકા ગાળાના સત્રમાં રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના બજેટની રજૂઆત અને રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેના વડા પ્રધાનના આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ આપવામાં આવશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સુરેશે અગાઉ જણાવ્યું હતું કે તે આ સત્રમાં બેરોજગારી, મોંઘવારી, કૃષિ કટોકટી અને જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે.
આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે નાણા પ્રધાને વચગાળાના બજેટમાં વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ પશ્ચિમ બંગાળની લેણી રકમનો પણ સમાવેશ કરવો જોઈએ. એ બાબત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે એક મુખ્ય પ્રધાને પોતાના રાજ્યને કેન્દ્ર સરકાર પાસેથી લેણાંની રકમ લેવા માટે ધરણા પર બેસવું પડ્યું હતું. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને પૂજાના સ્થળોના કાયદાને મજબૂત કરવા માટે પગલાં લેવાની માંગ કરી હતી. આ અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના નિયમ અનુસાર ધાર્મિક સ્થાનોને હાલ જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં રાખવા અંગે છે. નોંધનીય છે કે હસનની આ માંગ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને હિન્દુ સમુદાયને સોંપવાની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
ત્યારે સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં ખુબજ શાંતિથી વાતચીત થઈ હતી અને સરકાર આ ટૂંકા સત્ર દરમિયાન દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, જનતા દળ (યુનાઈટેડ)ના રામનાથ ઠાકુર અને તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા સર્વપક્ષીય બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું પ્રતિનિધિત્વ કરનારા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ બેઠકમાં આસામમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પરના “હિંસક હુમલા” અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતા તિવારીએ બેઠકમાં કહ્યું હતું કે દેશમાં અઘોષિત સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ જેવા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે CBI અને EDનો દુરુપયોગ કરી રહી છે. અને સત્રમાં આ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ. નોંધનીય છે કે દરેક સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો રિવાજ છે. બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માગે છે તે તમામ મુદ્દાઓ આ બેઠકમાં જણાવે છે. અને સરકાર તેમને તેના એજન્ડા વિશે જણાવે છે.

Tags: indiaparliament budget seassons
Previous Post

મારા જીવતા સીએએ લાગુ નહીં થવા દઉં: મમતા

Next Post

એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

એક સાથે 50 IASના ટ્રાન્સફર ઓર્ડર

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

ઇઝરાયેલના એજન્ટોએ વેસ્ટ બેન્કની હૉસ્પિટલમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.