જહાંગીરપુરામાં ઘર નજીક નાગાબાવાએ ગાડી ઉભી રાખી દંપતીને પહેલા રામ કે મહાદેવનું મંદિર ક્યાં છે કહી વાતમાં નાખી 1 રૂપિયાનો સિક્કો માંગી 500ની નોટ આપી વિશ્વાસમાં લીધા હતા. પછી નાગાબાવાએ કહ્યું કે તમારા પર પ્રકોપ છે અને તેને દૂર કરવા તમે પહેરેલી સોનાની બધી ચીજવસ્તુઓ મારા હાથમાં મુકો હું તેને શુદ્ધ કરીને આપીશ, જેથી તમારા પરનો પ્રકોપ દૂર થઈ જશે.
દંપતીએ પણ જાણયા મુક્યા વગર નાગાબાવાની વાતમાં આવી 1.47 લાખના સોનાના દાગીના હાથમાં આપી દીધા હતા. પછી નાગાબાવાએ દંપતીને આંખો બંધ કરાવી જય મહાકાલનું સ્મરણ કરવા કહ્યું તે અરસામાં ચાલક સહિત બન્ને કારમાં ફરાર થયા હતા. મહિન્દ્રા એક્સયુવી કાર હતી અને જીજે-18 પાર્સિગની કાર હોવાની વાત સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં નાગાબાવાના નામે ઠગ ટોળકીએ 3-4 લોકોને શિકાર બનાવ્યા છે. જહાંગીરપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી સીસીટીવી આધારે ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.