ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે માધુપુરા 1400 કરોડમાં સટ્ટાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કરી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સુપ્રત કરી છે. જેમાં એન્ટી કરપ્શન દ્વારા આ અપ્રમાણસર મિલકતની તપાસ કરવાની ભલામણ એટલે કે રિમાર્ક કર્યા છે એ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીનું નામ છે. જેમાં તુષાર, નૌશાદ અને હિંમતસિંહના નામ ખુલ્યા છે. બીજી તરફ એવી પણ માહિતી આપી છે કે જે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા તેમાં એક આઈબીના પોલીસ કર્મચારીએ સેટલમેન્ટની ભૂમિકા ભજવી હતી. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર માધુપુરા સટ્ટાની અંદર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. જેમાંથી 15 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. એટલે કે, કુલ 55 લાખની ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો. જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઇ અને બેંગકોક જતા રહ્યા છે.
ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, હાલ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાં તપાસ છે, પછી જ નિર્ણય લેવાશે. રિપોર્ટનું એનાલિસિસ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે, અતિની ગતિ ન હોય તેમ જ્યારે સત્તાના મોહમાં તમને કોઈ વસ્તુનું ભાન ન હોય ત્યારે તમે કરેલી એક ભૂલ ક્યારેક દરેક પાસા ખોલી નાખતી હોય છે. અમદાવાદ શહેરમાં એક સમયે કવિ કવ્વાલ તરીકે જાણીતા તરલ ભટ્ટના માણસો પણ હવે માધુપુરા સટ્ટાકાંડની અંદર SMCએ કરેલા રિપોર્ટની અંદર સામેલ છે. તેની સાથે એક હિંમતસિંહ નામના પોલીસ કર્મચારીનું નામ છે અને સુત્રોએ જણાવ્યું છે તે પ્રમાણે આઈબીના એક પોલીસ કર્મચારી પર આ સટ્ટાકાંડના સેટલમેન્ટની વચ્ચે ગોઠવણમાં હતો. જે શહેરમાં ડબ્બા ટ્રેડિંગના કિંગ સાથે સંબંધ ધરાવતો હતો. આ સમગ્ર કેસની અંદર બે મુખ્ય પાત્ર જેની પાસેથી પીસીબીના માણસોએ રૂપિયા લીધા હતા, તેઓ હાલ ભારતમાં નથી.