લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. વર્ષ 2024માં માટે GPSC વિવિધ અલગ અલગ 82 કેડરમાં અંદાજીત 1625 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં વર્ગ-1, 2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. 2023માં વર્ગ-1, 2ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. આ વર્ષે વર્ગ-1, 2ની જગ્યાઓમાં વધારો કરાયો છે. સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી મળતા નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.મદદનીશ ઇજનેર વર્ગ-2ની 96 જગ્યા પર ભરતી કરાશે ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1,2ની 16 જગ્યા પર ભરતી કરાશે રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ-3ની 573 જગ્યા માટે ભરતી કરાશે વીમા તબીબી અધિકારી વર્ગ-2ની 147 જગ્યા પર ભરતી કરાશે બાગાયત અધિકારી વર્ગ-2ની 25 જગ્યા પર ભરતી કરાશે.