દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝારખંડના દેવધર માટે ફલાઈટ રદ થવા પર યાત્રીઓએ હંગામો મચાવ્યો હતો. તેમણે યાત્રીઓ સામે જોરદાર નારાબાજી કરી હતી. આ ઘટના પર એરલાઈને સફાઈ આપી હતી કે, ખરાબ હવામાનના કારણે ઉડાન રદ કરવી પડી હતી.
બુધવારની ખરાબ વિઝીબિલીટીના કારણે દિલ્હી એરપોર્ટ પર 175થી વધુ ઉડાનો મોટી પડી હતી અને લગભગ 10 ઉડાનો રદ થઈ હતી, જેમાં ઝારખંડના દેવધર માટેની ફલાઈટ પણ રદ થઈ હતી. આ પ્રકરણમાં ઈન્ડીગોના પ્રવકતાએ જણાવ્યું હતું કે ઈન્ડીગોની પ્રવકતાએ કહ્યું હતું કે 6-ઈ 2198 દેવગઢમાં વિમાન મથક આસપાસ ખરાબ હવામાનની સ્થિતિમાં અચાનક ઘટાડો થતા 30 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીની દિલ્હીથી દેવગઢની ઉડાનો રદ કરાઈ હતી. ઉડાનો રદ થતા યાત્રીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મુંબઈ એરપોર્ટ પર ઈન્ડીગો ફલાઈટના યાત્રીઓને રનવે પર બેસાડીને ભોજન આપવામાં આવતા ડીજીસીએએ એરપોર્ટને 50 હજાર રૂપિયાનો અને એર લાઈન્સને 1.2 કરોડનો દંડ લગાવ્યો હતો.