ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા બિન હથિયારી ૦૬ પોલીસ ઇન્સ્પેકટર અને ૦૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.તેમના સ્થાને ૦૫ બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટર, એક હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને ૦૭ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટરની ભાવનગર પોલીસ બેડમાં નિમણૂક કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હથિયારધારી અને બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની જિલ્લાફેર બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે, જેમાં ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા ૧૫ જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.
ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈની સુરત ગ્રામ્ય, પી.બી. જાદવની આણંદ, બી.એસ. જાડેજાની અમદાવાદ સીટી, ડી.ડી.ઝાલાની અમદાવાદ વિભાગ, જે.આર.ભાચકનની અમરેલી અને તાજેતરમાં જ નિલમબાગ પોલીસ મથકમાંથી સીટી ટ્રાફિક પોલીસમાં મૂકવામાં આવેલા પી.ડી.પરમારની ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે. તેમની સામે એસ.એન. બારોટ – એસીબી, એચ.જી. કટારીયા – અમદાવાદ સીટી, કે.ડી. ડીંડોર – દાહોદ,એસ.એમ. ઈસરાણી – ગીર સોમનાથ અને એસ.વી.શિમ્પી – પશ્ચિમ રેલવે અમદાવાદની ભાવનગર પોલીસ બેડામાં બદલી કરવામાં આવી છે.
ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા બિલ હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે.પટેલની બોટાદ, ડી.બી. ટીલાવતની સુરત સીટી, પી.પી. વ્યાસની મોરબી, બી.બી. વાઘેલાની સુરત ગ્રામ્ય, એસ.ટી. મહેશ્વરીની રાજકોટ સીટી, એચ.એમ. ગોહિલની અમદાવાદ સીટી, એન.જી. જાડેજાની વડોદરા સીટી, એસ.એમ. સોલંકીની સુરત સીટી અને આર.જે. રહેવરની સુરત સીટી ખાતે બદલી કરવામાં આવી છે. તેમની સામે એ.જી.બ્રિદ – અમદાવાદ, જે.આર.વૈદ્ય – વડોદરા, એમ.એમ. પરમાર – મહેસાણા, વી.કે.મકવાણા – અમદાવાદ, બી.બી. સોલંકી – અમદાવાદ, એ.એન.પટેલ – અમદાવાદ અને એમ.જી. મકવાણા – સુરતને ભાવનગર પોલીસ બેડામાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ.મોરેને પણ ભાવનગર પોલીસ બેડામાં મુકવામાં આવ્યા છે.