ગત જાન્યુઆરી મહિનો ઋતુની દ્દષ્ટિએ અજાયબ રહ્યો હતો. એક બાજુ ઠંડીએ લોકોને ખૂબ પરેશાન કર્યા તો ઉતર-પશ્ચિમી ભારતમાં ઠંડીનો કહેર છતાં આ 1901 થી અત્યાર સુધીનો બીજો સૌથી શુષ્ક જાન્યુઆરી મહિના રહ્યો છે.
ઉતર-પશ્ચિમી ભારતમાં જાન્યુઆરી દરમિયાન માત્ર 3.1 એમએમ વરસાદ થયો હતો. ફેબ્રુઆરીમાં કેટલાક રાજયોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. ફેબ્રુઆરીને લઈને આઈએમડીએ કહ્યું હતું કે, દિલ્હી સહિત ઈસ્ટ અને વેસ્ટ ઉતરપ્રદેશ, ઉતરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સામાન્યથી 122 ટકા વધુ વરસાદ થઈ શકે છે.ફેબ્રુઆરીને લઈને આઈએમડીએ કહ્યું છે કે, દિલ્હી સહિત ઈસ્ટ અને વેસ્ટ ઉતરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સામાન્યથી 122 ટકા વધુ વરસાદ થઈ શકે છે.
પુરા દેશમાં ફેબ્રુઆરીમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ થશે. દેશના મોટાભાગના હિસ્સામાં ન્યુનતમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. જયારે ઉતર પશ્ચિમ ભારત, પશ્ચિમી મધ્ય ભારત અને ઉતર પુર્વી ભારતમાં અધિકતમ તાપમાન પણ સામાન્યથી વધુ રહેશે. મધ્ય ભારતમાં આ દરમિયાન શીત લહેર સામાન્યથી ઓછી રહેશે.