અમેરિકાએ બહારથી આવતા નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ વિવિધ પ્રકારની વિઝની ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારે 10-20 ટકાનો નહિ, પરંતું સીધો 2050 ટકા સુધીનો છે. અમેરિકાએ H-1B, L1 અને EB-5 સહિત કેટલીક નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના વિઝા માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી છે. આ ફી વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે 2050% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે.