જોર્ડન હુમલાના જવાબમાંઅમેરિકાએ સીરિયા અને ઇરાકમાં 85 લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.
જોર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને 40થી વધુ લોકો ઘાયલ થયા. આ પછી, અમેરિકી સેનાએ માહિતી આપતાં કહ્યું કે, શુક્રવારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. જો કે, યુએસ સ્ટ્રાઈકમાં ઈરાનની અંદર કોઈ સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું.
યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ 85 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાએ IRGCની વિદેશી જાસૂસી અને અર્ધલશ્કરી દળો, કુડ્સ ફોર્સને નિશાન બનાવ્યું, જે મધ્ય પૂર્વમાં, લેબનોનથી ઇરાક અને યમનથી સીરિયા સુધીના અમારા સહયોગી દળોને નોંધપાત્ર રીતે અસર કરે છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, હુમલામાં બી-1 લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે સીરિયામાં ઈરાન સમર્થિત 18 આતંકવાદીઓ માર્યા ગયા હતા.