જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી PI તરલ ભટ્ટની અમદાવાદ એટીએસે ધરપકડ કરી લીધી છે. તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અન્ય બે આરોપીની શોધખોળ પણ ATSએ હાથ ધરી છે.
તરલ ભટ્ટની ધરપકડ મામલે ગુજરાત ATS અકળ મૌન સાધી રહી છે. ગઈકાલે મોડી રાત્રે પીઆઇ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પીઆઈની ધરપકડ બાદ ગુજરાત એટીએસ કઈ પણ બોલવા તૈયાર નથી. જુનાગઢ તોડકાંડમાં પીઆઇ તરલ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. રાત્રે 10:30 વાગ્યે તરલ ભટ્ટની ધરપકડ સત્તાવાર રીતે બતાવવામાં આવી છે.
ATSએ તરલ ભટ્ટના ઘરે તપાસ કરી બાદમાં અચાનક તરલ ભટ્ટ પકડાયાં હતા. અચાનક તરલ ભટ્ટ રીંગ રોડ પરથી મળી આવતા ATS સામે અનેક સવાલો ઊભ થયા છે. તો બીજી બીજું ATS ઓફિસ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તરલ ભટ્ટ સામે એટીએસની તપાસમાં અનેક શંકાઓ ઉભી થઇ છે. તરલ ભટ્ટને આવતીકાલે 3 ફેબ્રુઆરીઆ જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
DGP વિકાસ સહાય ATS ઓફિસ પહોચ્યા હતા અને પીઆઈ તરલ ભટ્ટની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે ગુનો નોંધાયા બાદ પીઆઈ તરલ ભટ્ટ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયા હતા અને ગાડીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટ બે દિવસ ઇન્દોર અને એક દિવસ શ્રીનાથજી રોકાયા હતા. આ કેસમાં ભોગ બનાર કેરળના કાર્તિક ભંડારીનું CRPC 164 મુજબ નિવદેન લેવામાં આવ્યું છે. કાર્તિક ભંડારીનું નિવેદન લઈ પુરાવા એકત્રિત કરવામાં આવ્યાં છે. પીઆઈ તરલ ભટ્ટને કાલે 11 વાગ્યે જૂનાગઢ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરાશે.