હિમાચલ પ્રદેશમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૭૨૦ જેટલા રસ્તાઓ બરફના કારણે અવરોધિત થયાં છે અને ૨,૨૪૩ ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા છે. સ્થાનિક હવામાન વિભાગે તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળી માટે “યલો એલર્ટ જારી કરી છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, શિમલા જિલ્લામાં સૌથી વધુ અઢીસો રસ્તાઓ બંધ છે, ત્યારબાદ ચંબામાં ૧૬૩, લાહૌલ અને સ્પીતિમાં ૧૩૯, કુલ્લુમાં ૬૭, મંડીમાં ૫૪ અને ક્ધિનૌર જિલ્લામાં ૪૬ રસ્તાઓ બંધ છે. સવારે આઠ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં, ત્રિંડમાં ૭૫ સેમી બરફ પડ્યો હતો જ્યારે નારકંડા અને શિકારી દેવી ૬૦ સેમી જાડા બરફના ધાબળા હેઠળ લપેટાયેલા હતા, ત્યારબાદ કમરુનાગ અને ચેન્સેલમાં ૪૫ સેમી, શિલારુમાં ૪૨.૬ સેમી, ૩૫ સેમી, કોઠી અને ખડરાલા, પાંગી, જોટ, બારા ભાંગલ, બીર-બિલિંગ, કપલા, પરાશર તળાવ, કુફરી અને ખારા-પથ્થર અને કુફરીમાં ૩૦ સે.મી.બરફ પડ્યો હતો તેવું હવામાન બુલેટિન દર્શાવે છે.
રાજ્યની રાજધાની શિમલામાં પાંચ-સેમી હિમવર્ષા અને લઘુતમ તાપમાન માઈનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, એમ તેણે ઉમેર્યું હતું. હવામાન ખાતાની માહિતી અનુસાર, કુસુમસેરીમાં માઈનસ ૧૩.૮ ડિગ્રી સેલ્સિયસ, ત્યારબાદ કલ્પામાં માઈનસ ૭.૦ ડિગ્રી સેલ્સિયસ, નારકંડા અને મનાલીમાં માઈનસ ૬.૧ ડિગ્રી સેલ્સિયસ, સુમદોમાં માઈનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ અને દાલમાં માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.