જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ તરલ ભટ્ટ પાસેથી મહત્ત્વ પુરાવાઓ એકત્ર કરવામાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ(ATS)ને સફળતા મળી છે. તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ રિમાન્ડ દરમ્યાન કબ્જે કર્યા છે. હવે તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે.
રિમાન્ડ દરમિયાન એટીએસને તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબ્જે કર્યા છે. આ સિવાય જૂનાગઢ SOG ઓફિસ માંથીબે કોમ્પ્યુટર અને એક પેનડ્રાઈવ મળી આવી છે. આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. ઉપરાંત એટીએસ તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી ડેટાનું એનાલિસિસ કરી તોડકાંડને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તોડકાંડ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ પુરા થતા તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.






