પાકિસ્તાનમાં આજે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી છે. મતદાન સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. પાકિસ્તાનમાં 24 કરોડથી વધુ લોકો રહે છે. આ વર્ષે દેશમાં લગભગ 12.8 કરોડ મતદારો છે જેઓ બેલેટ પેપર દ્વારા પોતાનો મત આપશે. મોડી રાત સુધીમાં પરિણામ સામે આવી શકે છે. ચૂંટણી પંચ 9 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે પરિણામ જાહેર કરી શકે છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. તેમાંથી 266 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 70 બેઠકો અનામત (60 મહિલાઓ માટે, 10 બિન-મુસ્લિમો માટે) છે. નાણાકીય અવરોધો હોવા છતાં, પાકિસ્તાનનું ચૂંટણી પંચ છેલ્લી 4 ચૂંટણીઓની સરખામણીમાં આ ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ કરી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ આ ચૂંટણીમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.