રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પલટવાર કર્યો છે. નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તે 1994માં કોંગ્રેસ પાર્ટી તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા. નરહરિ અમીને X પર પોસ્ટ કરતા કહ્યું, ‘હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી હતો, જ્યારે 25 જુલાઇ 1994માં ગુજરાત સરકારે મોઢ-ઘાંચીને OBCના રૂપમાં નોમિનેટ કર્યા હતા. આ તે જાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત છે. રાહુલ ગાંધી આ મુદ્દા પર સમજ વગરનું જૂઠ બોલીને ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યાં છે.’
રાહુલ ગાંધીએ પીએમ મોદીની જાતિને લઇને કહ્યું કે, “PM મોદીનો જન્મ OBC કેટેગરીમાં થયો ન હતો. તેઓ ગુજરાતની તેલી જાતિમાં જન્મ્યા હતા. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા OBC ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો.તે ક્યારેય પણ જાતીય જનગણના થવા નહીં દે કારણ કે તેમનો જન્મ ઓબીસીમાં થયો નથી, તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો છે.”