વડોદરા શહેરમાં આવેલી વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગની દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી છે. જેમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરાના બાકરોલ પાસેના કંપનીના જોય ઇ-બાઈકના પ્લાન્ટ પર આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. કંપનીના કોમ્યુટરમાંથી પણ લાખોની કરચોરીને લાગતી માહિતી પણ મળી આવી છે. આવકવેરા વિભાગ દ્વારા ગત રોજથી શરૂ થયેલી કામગીરી હજુ યથાવત ચાલી રહી છે. IT વિભાગના અધિકારીઓએ કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે તે સાથે મહત્વના દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે
કંપનીના સીએમડી યતીન ગુપ્તા વિશે ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જેમાં કંપનીના નામે વૈભવી કાર ખરીદવામાં આવી હતી. અને તેના માટે પસંદગીનો નંબર લેવા માટે 6.60 લાખ રૂપિયાની ચૂકવણી પણ કરાઈ હોવાની વિગત બહાર આવી છે. તો રોફ જમાવવા સીએમડી યતીન ગુપ્તાએ બાઉન્સરની ફોજ રાખી હતી. અને બાઉનસર્સ સાથે ફરવા નીકળતો હતો. તેના નિવાસસ્થાન અને ફેકટરી સહિતના સ્થળો પર ITના અધિકારીઓની તપાસ ચાલુ છે.