આસામ સરકાર આવતીકાલે યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવી શકે છે. સીએમ હિમંતાએ કહ્યું કે ‘આસામ બહુપત્નીત્વને ફોજદારી ગુનો બનાવવા માટે એક મજબૂત કાયદો લાવવાની યોજના બનાવી રહ્યું છે.’ સીએમ હિમંતાએ કહ્યું “આસામ કેબિનેટે (શનિવારે) UCC અને બહુપત્નીત્વ બિલ બંને પર ચર્ચા કરી છે. અમે બહુપત્નીત્વ પર પ્રતિબંધ અનુસરતા હતા, પરંતુ ઉત્તરાખંડે યુસીસી (બિલ) પસાર કરી દીધું છે. હવે અમે બંને મુદાઓને સંરેખિત કરવા પર કામ કરી રહ્યા છીએ જેથી કરીને અમે મજબૂત કાયદો બનાવી શકીએ. અમે તેના પર કામ કરી રહ્યા છીએ”.
વધુમાં તેમણે કહ્યું કે “યુસીસી બહુપત્નીત્વને નાગરિક ગુનો બનાવીને પ્રતિબંધિત કરી રહ્યું છે. અમે બહુપત્નીત્વને ફોજદારી ગુનો બનાવવાનું વિચારી રહ્યા હતા. દેશને એક સમાન નીતિની જરૂર હોવાથી અમે તેને ગોઠવવા જઈ રહ્યા છીએ. આ માટે હું અમારા કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કરીશ કે આપણે કઈ દિશામાં જવું જોઈએ” સીએમ હિમંતાએ કહ્યું કે “અમે આસામમાં ખ્રિસ્તી ધર્મના કથિત પ્રચારના નામે ધર્માંતરણને રોકવા માંગીએ છીએ અને આ બિલ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ સાબિત થશે. જે મુસ્લિમ છે તેણે મુસ્લિમ રહેવું જોઈએ, જે કોઈ ખ્રિસ્તી છે તેણે ખ્રિસ્તી રહેવું જોઈએ અને જે કોઈ હિન્દુ છે તેને હિન્દુ રહેવા માટે મંજૂરી આપવી જોઈએ.”