આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટસત્રની બેઠકો રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા બેઠક રદ કરવામાં આવી છે.
વિધાનસભામાં સામાન્ય રીતે રોજ બે બેઠક મળે છે. આમ, 22-23 ફેબ્રુઆરીએ રદ કરાયેલી બેઠકમાંથી 2-2 બેઠક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે મળશે.