અલીપુર દિલ્હીનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ ભીડભાડવાળા વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે સાંજે અહીં આગ ફાટી નીકળી હતી અને કેમિકલના કારણે આગ સતત ફેલાઈ રહી હતી. જેના કારણે કારખાનામાં હાજર લોકો દાઝી ગયા હતા. દાઝી જવાથી 11 લોકોના મોત થયા છે.
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આગનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ અહીં 11 લોકોના મોત નીપજ્યાં છે. 22 ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી છે.
મોટાભાગના મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમના શરીર સંપૂર્ણપણે બળી ગયા છે. મૃતકો કારખાનાના જ મજૂરો હોવાનું કહેવાય છે. જ્યારે આગ લાગી ત્યારે તેઓ તેને બુઝાવવામાં વ્યસ્ત હતા. દરમિયાન પેઇન્ટ બનાવવા માટે વપરાતા કેમિકલના ડ્રમમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીમાં ભીષણ આગની ઘટનામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
દિલ્હીનું આલીપુર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ ભીડભાડવાળા વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે સાંજે અહીં આગ ફાટી નીકળી હતી અને કેમિકલના કારણે આગ સતત ફેલાઈ રહી હતી. જેના કારણે કારખાનામાં હાજર લોકો દાઝી ગયા હતા. અગાઉ ત્રણ લોકોના મોતના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે 11 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આગના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
			
 
                                 
                                



