રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થવાના છે. જે અનુસંધાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. સાથો સાથ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકપણ ઉમેદવારને મેદાનમાં ન ઉતારતા ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થશે. જેમાં ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. આજે જીતની સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાતની ચારે બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. મહત્વનું છે કે, ભાજપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જેની સત્તાવાર જીતની જાહેરાત આજે થશે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.