Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર

આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર રાયપુરમાં બે ગુના દાખલ : કોર્ટમાં હાજર કરવાની જવાબદારી પોલીસને

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:12:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બૉલીવૂડની ફેમસ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને અદાલત દ્વારા ફરાર જાહેર કરવામાં આવી છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાંસદ જયા પ્રદા સામે ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર રાયપુરમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ગુનાઓને લઈને એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે અને જયા પ્રદાને ભાગેડું જાહેર કર્યા છે એની સાથે પોલીસે તેમને શોધીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
એક અહેવાલ મુજબ આ સુનાવણીમાં જયા પ્રદા છેલ્લા અનેક સમયથી અદાલતે સૂચિત કરેલી તારીખે પર હાજર રહ્યા નહોતા. સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર નહીં રહેતા અદાલતે અનેક વખત જયા પ્રદાને સમન્સ મોકલ્યા હતા. આ મુદ્દે જયા પ્રદા તરફથી કોઈ પણ જવાબ નહીં મળતા અદાલતે તેની સામે એક વોરંટ અને તે પછી એક બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આ દરેક વોરંટ મોકલ્યા તેમ છતાં જયા પ્રદા કોર્ટ સમક્ષ હાજર રહી નહોતી.
અભિનેત્રી દ્વારા અદાલતના આદેશની અવગણના થતાં અદાલતે છેલ્લે જયા પ્રદાને ફરાર જાહેર કરી તેની સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી ડેપ્યુટી એસ. પી હેઠળ એક ટીમ બનાવી છ માર્ચ 2024 સુધી જયા પ્રદાને અદાલતમાં હાજર કરવાનો આદેશ બહાર પડ્યો હતો. વારંવાર વોરંટ જાહેર કર્યા છતાં અભિનેત્રી અદાલત સમક્ષ હાજર થઈ નહોતી અને સુનાવણીથી બચવા માટે તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો છે.
આ કેસ બાબતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જયા પ્રદાને સને 82 સીઆરપીસીની કાર્યવાહી સાથે તેને છ માર્ચ સુધી અદાલતમાં હાજર રહેવાનો આદેશ બાહર પાડવામાં આવ્યો છે. જ્યારે અદાલતના આદેશ છતાં આરોપી કોર્ટમાં હાજર ન રહે ત્યારે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે કોર્ટ દ્વારા જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવે છે. આવી કાર્યાવહીને 82 સીઆરપીસીની કહેવામાં આવે છે, એવું એક અધિકારએ કહ્યું હતું.

Tags: actress & EX MP jayaprada wantedrampurup
Previous Post

પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Next Post

ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ભારતમાં ક્યાં સપ્લાય કરવાનું હતું?

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ભારતમાં ક્યાં સપ્લાય કરવાનું હતું?

ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ભારતમાં ક્યાં સપ્લાય કરવાનું હતું?

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.