મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે છે. મહારાષ્ટ્ર NCP (SCP)ના પ્રમુખ જયંત પાટીલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા વર્ષા બંગલે પહોંચ્યા હતા. જો કે આ મુલાકાત કઈ બાબતે માટે હતી એ મુદ્દે કોઈ અધિકારીક જાણકારી જાહેર કરવામાં આવી નથી.
લોકસભાની ચૂંટણી પહેલા શરદ પાવર જૂથના આ નેતાની મુખ્યમંત્રી સાથે મુલાકાતને લઇ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એક તરફ ઇન્ડિયા અલાયન્સ મહારાષ્ટ્રમાં સીટ વહેંચણી મુદ્દે બેઠકો કરી કરી છે તો બીજી તરફ શરદ પાવર જૂથના નેતા અને મહારાષ્ટ્ર NCP (SCP)ના પ્રમુખ જયંત પાટીલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા પહોંચ્યા હતા.