Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામમંદિર- મહત્વના ઈન્ફ્રા પ્રોજેકટ પર સતત સાયબર હુમલા

ચીન અને પાકિસ્તાન સહિતના સાયબર હેકર્સ સક્રીય : એરપોર્ટ-પાવરગ્રીડ-પ્રસાર ભારતી- રાજય પોલીસ સહિતની સંસ્થાઓની ડિજીટલ એસેટસ પર જોખમ

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 13:14:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સાથે જ દેશભરમાંથી રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન માટે પહોંચી રહ્યા છે તથા હજુ વેકેશન અને બાદમાં તહેવારોની સ્થિતિમાં અયોધ્યા એ ધાર્મિક પ્રવાસનમાં નવો રેકોર્ડ સર્જે તેવા સંકેત છે તે વચ્ચે અયોધ્યાના આ મંદિર સંકુલ તથા સમગ્ર મહાનગરીની સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત મજબૂત બનાવવામાં આવી છે તે વચ્ચે ભગવાન શ્રી રામમંદિરની વેબસાઈટ પર સતત ચીન અને પાકિસ્તાનથી સાયબર એટેક થઈ રહ્યા છે.
આ ઉપરાંત પ્રસાર ભારતીની વેબસાઈટ પર સાયબર હુમલાજ ટાર્ગેટ બની છે અને ઉતરપ્રદેશના અન્ય મહત્વના સંસ્થાનો તથા મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને પણ નિશાન બનાવવાની ધમકી મળી રહી છે. સરકારના સાયબર સુરક્ષા વિભાગ દ્વારા આ પ્રકારે ધમકીભર્યા સંદેશા મોકલતા તથા અયોધ્યા મંદિરની વેબસાઈટમાં હેકીંગનો પ્રયાસ કરનાર 1244 ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (આઈપી) એડ્રેસ બ્લોક કર્યા છે જેમાં 999 તો ચીનના છે. જયારે પાકિસ્તાન, હોંગકોંગ અને કમ્બોડીયાથી પણ આ પ્રકારે સાયબર એટેક થઈ રહ્યા છે. મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ આ પ્રકારના સાયબર સહિતના એટેક વધશે જ તેવી સરકારને ચિંતા હતી અને તેથી જ તેની સામે આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે.
ધ ટેલીકોમ સિકયોરીટી ઓપરેશન સેન્ટર પર આ અંગે રામમંદિર અને તેની સાથે સંકળાયેલી 264 વેબસાઈટનું સતત મોનેટરીંગ થઈ રહ્યું છે. જેમાં પ્રસાર ભારતી, ઉતરપ્રદેશ પોલીસ- એરપોર્ટ ટુરીઝમ અને પ્રાયર ગ્રીડ તથા બીજા મહત્વના પ્રોજેકટની વેબસાઈટ પણ અત્યંત મજબૂત મોનેટરીંગ હેઠળ છે. જેમાં જાણવા મળ્યું કે રામમંદિર તથા પ્રસાર ભારતી વેબસાઈટ મુખ્ય ટાર્ગેટ બની રહી છે અને તેમાં જે જે આઈપી એડ્રેસ પરથી આ પ્રકારના હુમલા થાય છે તે સતત બ્લોક જ રહે તે નિશ્ર્ચિત કરવામાં આવી રહ્યું છે.
ગત જાન્યુ.22ના રોજ ભવ્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે પુર્વે તા.21થી આ પ્રવૃતિ શરૂ થઈ છે અને ફકત વિદેશ જ નહી પણ ભારતમાંથી પણ આ પ્રકારના સાયબર એટેક થઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી એક પણ સફળ થયા નથી. આ માટે અતિ આધુનિક આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે દેશમાં આ પ્રકારે મહત્વના સાયબર એટેક વધી રહ્યા છે. ટેલીકોમ કંપનીઓ પણ તેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

Advertisement
Tags: cyber attackindiaram mandir website
Previous Post

ભાવનગરની શેઠ ટી.બી. જૈન કન્યાશાળા પ્રાથમિક વિભાગના વાર્ષિકોત્સવની ઉજવણી

Next Post

27 રીયલ એસ્ટેટ કંપની-બિલ્ડરોને GST નોટીસ : પ્રોજેકટ ભાગીદારીમાં બ્રાન્ડ નેમ-લોગોના ઉપયોગમાં ટેકસ ચોરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
27 રીયલ એસ્ટેટ કંપની-બિલ્ડરોને GST નોટીસ : પ્રોજેકટ ભાગીદારીમાં બ્રાન્ડ નેમ-લોગોના ઉપયોગમાં ટેકસ ચોરી

27 રીયલ એસ્ટેટ કંપની-બિલ્ડરોને GST નોટીસ : પ્રોજેકટ ભાગીદારીમાં બ્રાન્ડ નેમ-લોગોના ઉપયોગમાં ટેકસ ચોરી

ભાવનગરમાં ભુતના લીંમડા વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરમાં ભુતના લીંમડા વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.