હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજભવન જઈને રાજીનામું આપી દીધું છે. હવે નવી કેબિનેટનું ગઠન થશે.
હરિયાણામાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથેના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા હરિયાણામાં ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે. હવે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સીએમની રેસમાં નયાબ સિંહ સૈની અને અનિલ વિજ ટોપ પર છે.