રાજ્ય સરકારના ઉર્જા વિભાગે મોટો નિર્ણય કર્યો છે. અહેવાલ પ્રમાણે ઉર્જા વિભાગના આ નિર્ણયથી ગુજરાતના 1.70 કરોડ વીજ ગ્રાહકોને મોટી રાહત મળશે. સરકારના ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 50 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રતિ યુનિટે 3.35 પૈસાને બદલે 2.85 પૈસા લેખે ગણાશે.
રાજ્યના 1.70 કરોડ વીજ ગ્રાહકોને વીજ બિલમાં રુ 1340 કરોડની રાહત મળશે. કારમી મોંઘવારીમાંથી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી સામાન્ય સહિત તમામ વર્ગને મોટી રાહત મળશે.