ગત એક દાયકામાં યુદ્ધ અને સંઘર્ષવાળા વિસ્તારોમાંથી ભાગતી વખતે દુનિયાભરમાં 63 હજારથી વધુ પ્રવાસીઓના મોત થયા છે અથવા તો ગાયબ થયા છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઇઓએમ)ના મિસીંગ માઇગ્રેન્ટ્સ પ્રોજેક્ટ પર પ્રકાશિત રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
રિપોર્ટ અનુસાર 2014થી 2023 દરમિયાન પોતાના દેશથી બીજા દેશમાં ભાગતી વખતે 63585 લોકો માર્યા ગયા હતા અથવા ગાયબ થઇ ગયા હતા. સૌથી વધુ 28854 મોતો ભૂમધ્ય સાગરમાં થઇ છે. ત્યારબાદ આફ્રિકા અને એશિયામાં પ્રવાસીઓ મર્યા છે.
એજન્સી તરફથી જેટલા મૃત્યુ નોંધાયા છે, તેમાંથી 60 ટકા મૃત્યુ ડૂબવાના કારણે થઇ છે. તેમાં એક તૃતિયાંશથી વધુ મૃત્યુ અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને ઇથિયોપિયા વગેરે સંષર્ઘરત દેશોમાં થયા હતા. ગત વર્ષ પ્રવાસીઓ માટે સૌથી ઘાતક હતું. ગત વર્ષે ભૂમધ્ય સાગરમાં ડૂબીને 8541 લોકોના મોત થયા હતા. વર્ષ 2023માં ટયુનિશિયાઇ તટ પર ઓછામાં ઓછા 729 લોકો માર્યા ગયા હતા. જ્યારે વર્ષ 2022માં 462 લોકો માર્યા ગયા હતા. છેલ્લા વર્ષોમાં મધ્ય ભૂમધ્ય સાગરમાં મોટાભાગના મૃત્યુ લીબિયાના તટ પર થયા હતા.
એશિયામાં 2023માં 2138 મોત નોંધાઇ હતી, જ્યારે 2022માં 2070 મૃત્યુ નોંધાયા હતા. 2023માં અફઘાનિસ્તાનમાં સૌથી વધુ 1181 લોકોના મૃત્યુ પોતાના વિસ્તારમાંથી ભાગતી વખતે થયા હતા. ગત એક દાયકામાં સૌથી વધુ અફઘાન નાગરિકોના મોત ગત વર્ષે થયા હતા.
યુરોપે પ્રવાસીઓને રોકવા માટે અનેક પગલાં ઉઠાવ્યા છે. સરકારોએ ટયુનિશિયા અને મિસ્ર જેવા ભૂમધ્યસાગરીય દેશોને ધન આપવાનો વાયદો કરીને પોતાના દેશોમાં પ્રવાસીઓને આવવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુરોપીય સંઘે મિસ્રને 7.4 અબજ યુરો (8 અબજ ડોલર)નું ફંડીંગ પેકેજ આપવાનો વાયદો કર્યો હતો. ઇટલી, હંગેરી અને બ્રિટન સહિત અનેક યુરોપીય દેશોએ પ્રવાસીઓ પર અંકુશ લગાવવા એે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.