મતદારોના જાણવાનાના અધિકારને મહત્વ આપીને સુપ્રીમ કોર્ટે WRIT PETITION (CIVIL) NO. 536 OF 2011 અને CONTEMPT PET. (C) NO. 2192 OF 2018માં તા.25 સપ્ટેમ્બર 2018 અને 13 ફેબ્રુઆરી 2022ના રોજ ચુકાદો આપ્યો હોતો કે મતદારો પાસે ઉમેદવારો વિશે જરૂરી માહિતી હોવી જોઈએ, જેવી કે તેમનં કેટલું શિક્ષણ છે, તેમના પર કેટલા અને કયા કેસ દાખલ કરેલા છે, તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે, વગેરે. આથી દરેક ઉમેદવારે તમના પરના ગુનાની વિગતો સમાચારપત્રો, સોશિયલ મીડિયા, અને વેબસાઇટ પર મૂકવી જોઈએ.
ચૂંટણી પંચે ઉમેદવારોની ગુનાની વિગતો પ્રસિદ્ધ કરવા માટે રાજકીય પક્ષો માટે ફોર્મ C2 અને જે તે ઉમેદવારો માટે ફોર્મ C7 બહાર પાડ્યું છે. સાથે વિગતવાર ગાઈડલાઇન પણ આપવામાં આવી છે. પણ તેમ છતાં એ ધ્યાનમાં આવ્યું છે, કે રાજકીય પક્ષો આ બાબતને ગંભીરતાથી લેતા નથી.
વર્ષ 2022માં થયેલ ચૂંટણી દરમ્યાન પ્રસિદ્ધ કરેલા ફોર્મની નકલ મેળવીને તેનો અભ્યાસ કરતાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્ષતિઓ જાણવા મળી હતી – 1.કેટલાક ઉમેદવારોની ગુનાહિત ઇતિહાસની વિગતો પ્રસિદ્ધ ન કરવી. 2.ગુનાહિત ઇતિહાસની વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં જ પ્રસિદ્ધ કરવી. 3.ગુનાહિત ઇતિહાસની વિગતો એક કે બે વાર છાપવી (સુપ્રીમ કોર્ટે ત્રણ વાર છાપવાનું કહ્યું છે.)
આ ક્ષતિઓ અંગે વિગતવાર પત્ર લખીને ચૂંટણીપંચને રજૂઆત/ફરિયાદ કરવામાં આવી. સાથે RTI માં મળેલ પુરાવા પણ જોડવામાં આવ્યા હતાં. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજીકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવાના શરૂ કર્યા. તેમાંથી જે ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ છે, તેમની વિગતો પક્ષ અને ઉમેદવારે પ્રસિદ્ધ કરવાની થાય. પણ ફરીથી રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા સુપ્રીમ કોર્ટ અને ચૂંટણીપંચના આદેશનો ભંગ કરવામાં આવતા માહિતી અધિકાર ગુજરાત પહેલે ચૂંટણીપંચ અને CEO ગુજરાતને પત્ર અને ઈમેલથી ફરિયાદ દાખલ કરી હતી. તેના અનુસંધાનમાં CEO ગુજરાત દ્વારા તા. 28/3/2024ના રોજ INC, BJP, AAP, BSP, NPP રાજકીય પક્ષોને ગુજરાતી ભાષામાં ગુનાહિત ઇતિહાસની વિગતો છાપવા જણાવ્યુ છે.