ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પર નજર રખાશે
પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી રાજકીય ટીપ્પણીને પગલે સમગ્ર્ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જેના કારણે પરસોતમ રૂપાલા વિરૂદ્વ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં ખુબ મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ લોકસભામાં ઉમેદવાર બદલવા માટે માંગણી કરી છે. આમ આ વિરોધની અસર માત્ર રાજકોટમાં જ નહી પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતા તમામ મત વિસ્તારોમાં પડી શકે છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરી છે.
પરશોત્તમ રૂપાલા મામલે ચાલતા વિવાદને પગલે સોશિયલ મીડિયા પર તેમજ જાહેરમાં કરવામાં કાર્યક્રમો પર નજર રાખવા અને તેનો રિપોર્ટ આપવા મટે સુચના આપવામાં આવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા સેલ દ્વારા પણ જિલ્લાઓમાં ખાસ માણસોને તેમના જિલ્લાઓના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટ તેમજ કામગીરી પર નજર રાખવાની સુચના આપી છે. સાથેસાથે ડેમેજ કંટ્રોલ થાય તે પરસોતમ રૂપાલાની રાજકીય કારર્કિદી , તેમણે કરેલા કાર્યો અને રાજકોટના મતદાતાઓ પ્રત્ય તેમની જવાબદારીને લગતી વધુમાં વધુ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે ખાસ તાકીદ કરી છે. આમ, પરસોતમ રૂપાલાના વિવાદને મામલે રિપોર્ટ કરવા આઇબીને પણ કામે લગાડવામાં આવી છે