સુરતમા એક વ્યક્તિને વિશ્વાસમાં લઇ બે ઠગબાજો એ 15 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. ફેસબુકમાં તાંત્રિક વિધિની લોભામણી જાહેરાત મૂકી લોકો સાથે છેતરપીંડી કરતા હતા.જેમાં સુરતના એક વેપારી લાલચમાં આવતા તેમણે આ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો.જેને વિશ્વાસમાં લઇ વિવિધ વિધિના નામે 15 લાખથી વધુ પડાવી લેતા વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઇમ પોલોસે રાજસ્થાનથી બે ઠગો ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે ઈસમોએ ફેસબુકમાં તાંત્રિક વિધિની પોસ્ટ મૂકી કોઈ પણ દુઃખનું નિવારણ થશે તેવી રીતે એક જાહેરાત બનાવી શેર કરી હતી. જેથી સુરતનો એક વેપારી તેમની આ લોભામણી તાંત્રિક વિધિની જાહેરાતમાં ભોળવાઈ ગયો હતો.અને તેમણે આ બની બેઠેલા તાંત્રિકોનો સંપર્ક કર્યો હતોજેથી બને એ પોતે મોટા તાંત્રિક હોય તેવો ડોળ કરી વેપારીને વધુ વિશ્વાસ માં લીધો હતો.અને તેમના ઘર માં પુષ્કળ પ્રમાણમાં સોનુ છે તેવું જણાવ્યું હતું.પરંતુ તેની પહેલા ખરાબ આત્માનો વાસ પણ છે જેથી તેની વિધિ કરવી પડશે. જેથી વિધિના નામે ટુકડે ટુકડે રૂપિયા મંગાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ બને ઈસમોને વેપારીએ ફોર્સ મરી ઘરે બોલાવ્યા હતા. જેથી બને ઠગ અને તેમના માણસોએ અલગ અલગ ડોળ કરતા વેપારીને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.જેથી તાંત્રિક વિધિના નામે અન્ય રૂપિયા આપ્યા તેમ ટુકડે ટુકડે બને એ 15,51,110 રૂપિયા પડાવી લીધા હતા.જ્યારે વેપારીને આ બને ઢોંગી હોવાની વાત માલુમ પડી ત્યારબાદ તાત્કાલિક સાયબર ક્રાઈમ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા બને ઢોંગી ઈસમ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ટિમ મોકલી રાજસ્થાન થી મુનેશ કુમાર ભાર્ગવ અને મનોજ ઓમપ્રકાશ ભાર્ગવ નામના બે ઈસમો ને ઝડપી પાડયા હતા.અત્યાર સુધી કેટલા લોકો ને તેમના દ્વારા છેતરવામાં આવ્યા છે તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી.