ગુજરાત હાઇકોર્ટે ફેમીલી કોર્ટના ભરણપોષણના ચુકાદાને પડકારતી પતિની રિવીઝન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જે.સી. દોશીએ જણાવ્યું હતું કે, ’અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા સ્વ રોજગાર પતિનની આવકનું મૂલ્યાંકન કરવું અઘરુ છે.
આવા સંજોગોમાં ફેમીલી કોર્ટે પતિની આવક નક્કી કરવા માટે અનુમાન લગાવવું જરુરી બને છે. CRPCની કલમ 125 હેઠળ ભરણપોષણની કાર્યવાહીમાં આવકનું સાચું ચિત્ર રજૂ નહી કરવાનું વલન છે ત્યારે પતિની સાચી આવક સામાન્ય રીતે સપાટી પર આવતી નથી.’ આ કેસમાં અરજદાર પતિ દ્વારા કયારેલી રિવીઝન અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, ફેમીલી કોર્ટે અરજદારની પત્ની અને પુત્રીને ભરણપોષણ પેટે રુપિયા 40,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો તે ગેરકાયદે અને અયોગ્ય છે. કારણ કે, અરજદાર પતિની આવક જ ભરણપોષણની રકમ કરતાં ઓછી છે.
ફેમીલી કોર્ટે પતિની પગાર સ્લીપને ધ્યાનમાં જ લીધી ન હતી કે જેમાં પતી મહિને માત્ર 23,600 રુપિયાનો પગાર મેળવે છે. ફેમીલી કોર્ટે એ હકીકત પણ નજર અંદાજ કરી છે કે, તેની પત્ની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને તે મેનેજરની ક્ષમતામાં યુનિવર્સિટીમાં સેવા આપી રહી છે, જ્યારે અરજદાર તેનાથી ઓછું કમાય છે. આમ, પત્ની પોતાને કમાવવા અને જાતે પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ હોઇ ફેમીલી કોર્ટે આ પ્રકારનો વધુ પડતો ભરણપોષણનો અયોગ્ય હુકમ કર્યો છે, તે હાઇકોર્ટે રદબાતલ ઠરાવવો જોઇએ.
જો કે, પતિની માંગ ફગાવતાં હાઇકોર્ટે જણાવ્યું કે, પતિએ ટ્રાયલ દરમિયાન આવકવેરા રિટર્ન રજૂ કર્યા નથી. વળી, અસંગઠિત ક્ષેત્રમાં સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિની આવકનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, તેથી ફેમીલી કોર્ટો નાના અનુમાન પર આધારિત છે.