એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ઈલોન મસ્ક ફરીથી અબજોપતિઓની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગેને ચોથા સ્થાન પર ધકેલી ઈલોન મસ્કે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અબજોપતિની યાદીમાં આ સિવાય મુકેશ અંબાણી 11માં સ્થાને વધુ મજબૂત બન્યા છે, જ્યારે 14માં સ્થાને રહેલા ગૌતમ અદાણી નબળા પડ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચના 10 અમેરિકન અબજોપતિઓમાં ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટનું વર્ચસ્વ છે. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ $226 બિલિયન છે. આ વર્ષે તેઓએ 18.4 અબજ ડોલરની કમાણી કરી છે. બીજા નંબરે અમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ જેફ બેઝોસ છે. આ વર્ષે અત્યાર સુધીમાં $30.60 બિલિયનથી વધુની કમાણી કરનાર બેઝોસ પાસે $207 બિલિયનની સંપત્તિ છે.
અબજોપતિની યાદીમાં ઈલોન મસ્ક ફરીથી ત્રીજા સ્થાને છે. સોમવારે તેમની સંપત્તિમાં $5.78 બિલિયનનો વધારો થયો અને તેનાથી વિપરીત, માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં $2.77 બિલિયનનો ઘટાડો થયો. પરિણામ એ આવ્યું કે મસ્કને તે દરજ્જો પાછો મળ્યો જે તેણે સોમવારે ગુમાવ્યો હતો. તે ફરીથી 186 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો.
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ઝડપથી આગળ વધી રહેલા માર્ક ઝકરબર્ગ 184 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઝકરબર્ગે તેમની સંપત્તિમાં $56.1 બિલિયનનો ઉમેરો કર્યો છે. તે કમાણીમાં વિશ્વમાં નંબર વન છે.