પરશોત્તમ રૂપાલા વિવાદમાં આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રૂપાલાની ટીપ્પણી બાદ સર્જાયેલ વિવાદ અંગે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે આ વિવાદને હવે શાંત કરવો જોઈએ.
પ્રવિણ તોગડીયાએ સુરેન્દ્રનગરમાં ચોટીલાની મુલાકાત લીધી હતી. યાત્રાધામ ચોટીલા ખાતે આજે 9 એપ્રિલે સાંજે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ તેમની ટીમ સાથે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પરિષદનાં સ્થાનિક હોદ્દેદારો, ગૌરક્ષક દ્વારા સ્વાગત આવ્યું હતું. આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમા આગામી સમયમાં ગામે-ગામ હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા વિચારણા કરી હતી.
પ્રવિણ તોગડીયાએ ચામુંડા તળેટી મંદિર ખાતે દર્શન કરી માતાજીને શિષ નમાવી મહંતનાં આશિર્વાદ લીધા હતા, તેમજ થાનરોડ ખાતે આવેલ ગૌરક્ષક સ્વ.રાજુભાઇ ખાચરનાં સ્ટેચ્યુંને પૂષ્પાજલી અર્પણ કરી હતી.