પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું ટાર્ગેટ 2024 નહીં પરંતુ 2047 છે. સ્પીડ અને સ્કીલ વધારવી પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારનું મોડલ જુઓ અને ભાજપ સરકારનું મોડલ જુઓ. કોંગ્રેસનું 5-6 દાયકાનું કામ અને ભાજપનું માત્ર 10 વર્ષનું કામ જુઓ જેમાં પણ કોઈપણ ક્ષેત્રમાં સરખામણી કરો. જેમાં પણ આપણે બે વર્ષ સુધી કોવિડ સામે લડ્યા છતાં કામની સ્પીડ કહો અને સ્કેલ કહો.
ડીએમકેની તાજેતરની સનાતન વિરોધી ટિપ્પણી અને તેમના પર લોકોના ગુસ્સા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસને પૂછવું જોઈએ કે સનાતન વિરુદ્ધ આટલું ઝેર ફૂંકનારા લોકો સાથે બેસવાની તેમની શું મજબૂરી છે? પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ સનાતન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતામાં કેવા પ્રકારની વિકૃતિ છે.
વન નેશન વન ઇલેક્શન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. ખૂબ જ સકારાત્મક અને નવાજ સૂચનો આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, હું બે વર્ષ પહેલાથી જ 2047ના વિઝન પર કામ કરી રહ્યો છુ. મેં દેશભરના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે. 15 થી 20 લાખ લોકોએ ઈનપુટ આપ્યા છે . AIની મદદથી તેના પર કામ કર્યું તેમજ દરેક વિભાગમાં અધિકારીઓની ટીમ બનાવી અને મેં તેમની સાથે પ્રેઝન્ટેશન જોયા છે. તેમણે ઉમેર્યું કે, મેં કલમ 370, ટ્રિપલ તલાક સહિત ઘણા કામ કર્યા છે, હું પહેલેથી જ પ્લાનિંગ કરી રહ્યો છું કે સરકારમાં આવ્યા બાદ આગામી 100 દિવસમાં હું શું કામ કરીશ.