લોકસભાની ચૂંટણી માટે પાટણ વિધાનસભાના પાટીદાર પ્રભાવિત બાલીસણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું તે ગુજરાત સૌથી વધુ નોકરી આપતું રાજ્ય છે.
પાટણ તાલુકાના બાલીસણા ગામે રામજી મંદિર ચોક ખાતે રવિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર સભા સંબોધી હતી. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત થકી આપણને શું લાભ થયો તે જણાવતાં કહ્યું કે વિશ્વની સૌથી મોટી 500 કંપનીઓમાંથી 100 વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે અને તેના થકી સૌથી વધુ નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. આવનારા 25 વર્ષ વિકાસનો રોડ મેપ પણ તૈયાર કર્યો છે. વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત અને સરકારની દરેક યોજના દરેક વ્યક્તિને ઘરે બેઠો પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી છે.