ભારતીય હવામાન વિભાગએ દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ આજે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં હીટવેવ રહેશે. તેમજ, પશ્ચિમ બંગાળમાં તીવ્ર હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચાર રાજ્યોમાં તાપમાન પણ 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગરમીને જોતા ઓડિશામાં બાળકો માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય છત્તીસગઢની તમામ શાળાઓ પણ 15 જૂન સુધી બંધ રહેશે.
હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં આગામી 4-5 દિવસમાં 42 ડિગ્રી પાર જશે. જો કે, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે, પરંતુ તેનાથી ગરમીની અસર ઓછી થશે નહીં.