વડાલીના વેડાછાવણીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ મામલો જિલ્લા પોલીસ વડાએ મોટો ખુલાસો કર્યો છે. સાબરકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં પાર્સલ બ્લાસ્ટનો ભેદ ઉકેલ્યો છે. આખા મામલામાં પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જયંતીભાઈ વણઝારા નામના ઇસમને ઝડપી લીધો છે. પાર્સલમાં જીલેટીન સ્ટીકથી બ્લાસ્ટ કરાયા હોવાનું સામે આવ્યું છે. રેડિયો જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફીટ જીલેટિન સ્ટ્રીક કરાયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે. રીક્ષા ચાલકને પાર્સલ આપતો જયંતીલાલ વણઝારા કેમેરામાં કેદ થઇ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મામલો સામે આવ્યો છે.
સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામમાં અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલ બ્લાસ્ટ થયું હતું. સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણીમાં રહેતા જીતેન્દ્ર વણઝારાના ઘરે ગુરૂવારે ) અજાણ્યો રીક્ષા ચાલક પાર્સલ આપી ગયો હતો. જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતેન્દ્ર વણઝારા (30 વર્ષ) અને તેમની પુત્રી ભૂમિ (14 વર્ષ) નું મોત નીપજ્યું હતું.