વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે. વેપારી યુવકે 1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. કાર ઉપર કરાયેલી ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, G20નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.