જામનગર શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાની એકમાત્ર સંસ્થા જામનગર પત્રકાર મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ પહેલા કારોબારી સમિતીના 15 સભ્યો માટેની ચૂંટણી કરવામાં આવી હતી.
જામનગર પત્રકાર મંડળના વર્ષ 2024-25 માટેના હોદ્દેદારોની વરણી માટે કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સતત બીજા વર્ષ માટે ગિરીશભાઇ વી. ગણાત્રાની વરણી સર્વાનુમતે થઇ છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ ડી. કોટેચા, માનદ્દમંત્રી તરીકે સંજયભાઇ એમ. જાની તેમજ સહમંત્રી તરીકે સંજયભાઇ આઇ. જાની અને ખજાનચી તરીકે જગતભાઇ રાવલ સર્વાનુમતે વરાયા હતા.
આ પહેલા કારોબારી સમિતીના 15 સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયા થઇ હતી. જેમાં સર્વશ્રી ગિરીશભાઇ ગણાત્રા, વિજયભાઇ કોટેચા, સંજયભાઇ એમ. જાની, સંજયભાઇ આઇ. જાની, જગત રાવલ, મુકુંદભાઇ બદીયાણી, સુચીત બારડ, પરેશ ફલીયા, અનીલ ગોહિલ, કિંજલ કારસરીયા, દીપક લાંબા, ધર્મેન્દ્ર (ભરત) રાવલ, ડોલર રાવલ, ધર્મેશ રાવલ અને હિરેન ત્રિવેદી ચૂંટાઇ આવ્યા હતા.
કારોબારી સમિતી માટે 17 ઉમેદવારો હતા. આ માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી પરેશ સારડાએ કરી હતી. પત્રકાર મંડળની ચૂંટણી માટેની સામાન્ય સભામાં ગત વર્ષના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી